સૌરાષ્ટ્ર માં જવું, રત્નકલાકારોની મુશ્કેલીમાં વધારોઃ ખાનગી બસ સંચાલકોની મનમાની, એસોસિયેશને મુક્યા વધુ ભાવ

Gujarat માં Corona ના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સુરતના રત્નકલાકારોને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં રહેતા રત્નકલાકોરોને પોતાના વતન જવા તમામને લકઝરી બસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

જેને લઇને સૌરાષ્ટ્ર જવા આજથી રજીસ્ટ્રેશન પણ ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાનગી લકઝરી બસ (Bus) એસોસિયેશનવાળાઓ આ તકનો લાભ લઇને ભાડામાં વધારો કરી દીધો છે.

 • બસ સંચાલકોએ તકનો લાભ ઉઠાવ્યો હોવાની વાત આવી સામે
 • ખાનગી લકઝરી બસ એસો.એ કલકેટરને ભાડાની રકમ જણાવી
 • 400 કિમી સુધી 1 હજાર, 400થી 500 કિમી સુધી 1200ની માગ
 • 500 કિમી વધુ  1500 ની માગ

જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા આજથી સુરતથી સૌરાષ્ટ્ર (Surat to Saurastra) જવા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવશે. https://www.digitalgujarat.gov.in/

જેમાં રત્નકલાકારો અને એબ્રોઇડરી કારીગરોને વતન મોકલવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા તમામને લકઝરી બસ દ્વારા પોતાના વતનમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ મુસાફરોના સ્ક્રિનિંગ કરાયા બાદ બસોને રવાના કરવામાં આવશે.

આ સમય ખિસ્સા ભરવાનો છે?

 • સુરતથી સૌરાષ્ટ્રવાસીઓને વતન જવા ખાનગી બસને મંજૂરી
 • બસ સંચાલકોએ તકનો લાભ ઉઠાવ્યો
 • ખાનગી લકઝરી બસ એસો.એ કલકેટરને ભાડાની રકમ જણાવી
 • 400 કિમી સુધી 1,000 રૂપિયા
 • 400થી 500 કિમી સુધી 1200 રૂપિયા
 • 500 કિમીથી વધારે 1500 રૂપિયા ભાડુ
 • સુરતથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓનું 400 કિમીથી વધુ
 • લોકડાઉનમાં આર્થિક સંકડામણમાં રાષ્ટ્રવાસીઓને પડી શકે ફટકો

વતન જવા કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન?

Gujarat સરકારની પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યાંથી મંજૂરી મળ્યાં બાદ પરમીશન મળશે. ત્યાર બાદ જેમને મંજૂરી મળશે તે તમામ લોકોને ફરજિયાત મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. ત્યાર બાદ ચેક પોસ્ટ પર સહી-સિક્કા કર્યા બાદ પોતાના વતન મોકલાશે.

ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે લોકોએ મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે. મહત્વની વાત છે કે, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ નહીં હોય તેમને જ વતન જવાની પરમીશન આપવામાં આવશે.

વતનમાં પણ ઘરે જતાં પહેલા આરોગ્ય તપાસ થશે. હોમ ક્વોરેન્ટાઇન કે ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં ફરજિયાત 14 દિવસ રહેવું પડશે. 45 દિવસ જે તે જગ્યાએ રહેવાનું રહેશે. આ પહેલા વતન છોડી શકાશે નહીં. કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા ન હોય તેમને જ પરવાનગી આપવામાં આવશે.