જાણો, તમે ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

#Gujarat  અને ગુજરાત બહાર જવા કેવી રીતે કરશો એપ્લિકેશન?

ગુજરાત રાજ્ય સરકારના Digital Gujarat Portal પર ગુજરાતમાં અને ગુજરાત બહાર જવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના માટે રાજ્ય સરકારે digitalgujarat.gov.in પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે.

#Gujarat બહાર ફસાયેલ ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર ફસાયેલ પ્રવાસીઓ, મજૂરો, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓ ગુજરાત આવવા કરવાની રહેશે ઓનલાઈન અરજી બહારના રાજ્યમાંથી આવનાર વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હશે તો જ આવવા મળશે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જાતે કરવાની રહેશે.

જેમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કર્યાં બાદ નામ, મોબાઈલ નંબર, આઈડી પ્રૂફ અને ટ્રાન્સપોર્ટેશન અંગેની વિગતો ભરવી પડશે. આપાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અંગે ગુજરાત પોલીસે (Gujarat Police) Tweet પણ કર્યું છે.

 જાઓ Inter State Pass પર ક્લિક કરો Inter State Passમાં વિગતો ભરી અરજી કરો ઓનલાઇન અરજીમાં જે વાહનથી જવું છે તેનો નંબર ફરજિયાત લખવો અન્ય વ્યક્તિઓ હોય તો તેમના નામ અને ઓળખ સહિતની વિગત પણ ભરવી.

  • ડ્રાઈવિંગ લાયસન્સ, ઈલેક્શન કાર્ડ, આધાર કાર્ડમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવું અથવા નંબર નાંખવા પડશે.
  • ઓનલાઇન અરજીમાં જે વાહનથી જવું છે તેનો નંબર ફરજીયાત લખવો પડશે અને રૂટની વિગતો ભરવી પડશે.

કોઇએ ઉતાવળ કરીને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂર નથી. આ માટે પોર્ટલ પર લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા ભરવામાં આવશે.