Om Shanti : અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે નિધન, કેન્સરથી પીડિત હતા

સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરનું ગઈ કાલે મોડી રાતે નિધન થઈ ગયું છે. તબિયત લથડતા તેમને ગઈ કાલે જ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહાનાયક અમિતાભ બચ્ચને tweet કરીને Rishi Kapoor ના નિધનની માહિતી આપી હતી.

સુપ્રસિદ્ધ અભિનેતા Rishi Kapoor ને બુધવાર રાત્રે મુંબઈના એચએન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના ભાઈ રણધીર કપૂરે આ માહિતીની પુષ્ટી કરી છે. હોસ્પિટલમાં પત્ની નીતૂ સિંહ કપૂર તેમની સાથે છે. ઋષિ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાથી ભારત પરત આવ્યા હતા. ત્યાં આશરે એક વર્ષ સુધી કેન્સરની સારવાર ચાલી હતી.

અમિતાભ બચ્ચને Tweet કરી
તે ગયો…રીષિ કપૂર ગયો.. હમણાં જ તેમનું નિધન થયું. હું તૂટી ગયો છું. કપૂર ફેમિલી તરફથી રણધીર કપૂરે રીષિના નિધનના ન્યૂઝને કન્ફર્મ કર્યાં છે. રીષિ કપૂરને બુધવારે (29 એપ્રિલ) એડમિટ કરવામાં આવ્યા હતાં. તેમને એચ એન રિલાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને ભાઈ રણધીરે કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

T 3517 – He’s GONE .. ! Rishi Kapoor .. gone .. just passed away ..
I am destroyed ! — Amitabh

હજી 29 એપ્રિલે ઈરફાન ખાનનું નિધન
હજી એક દિવસ પહેલાં જ એટલે કે 29 એપ્રિલે ઈરફાન ખાનનું કેન્સરને કારણે નિધન થયું હતું. તેમણે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.

2 વર્ષ પહેલાં કેન્સર (Cancer) થયું હતું
2018માં રીષિ કપૂરને કેન્સર થયું હતું. સારવાર માટે તેઓ અમેરિકા ગયા હતાં. અહીંયા 11 મહિના સારવાર કરાવ્યા બાદ સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યાં હતાં. અહીંયા તેમની પત્ની સતત તેમની સાથે હતી. દીકરો રણબીર કપૂર તેમને મળવા માટે અવારનવાર ન્યૂ યોર્ક જતો હતો. કેટલાંક દિવસ પહેલાં Rishi કપૂરે કહ્યું હતું કે તે હવે સારું ફીલ કરે છે અને કોઈ પણ કામ કરી શકે છે. તેઓ એક્ટિંગ બીજીવાર શરૂ કરવાને લઈ ઉત્સાહી છે. ન્યૂ યોર્કમાં તેમને અનેકવાર લોહી ચઢાવવામાં આવ્યું હતું. ત્યારે તેમણે પત્નીને કહ્યું હતું કે આશા છે કે નવા લોહીથી તેઓ એક્ટિંગ ભૂલી નહીં જાય.