ઓમ શાંતિ : એક્ટર ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં નિધન, ટ્યુમર સામે હારી ગયા જંગ,

Irrfan ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે.

28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ Irrfan Khan નું નિધન થયું હતું

બોલિવૂડના જાણીતા અભિનેતા ઇરફાન ખાનનું નિધન થયું છે. તાજેતરમાં તબિયત લથડતા તેમને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની તબિયત અચાનક કથળી હતી, ત્યારબાદ તેને આઈસીયુમાં દાખલ થવું પડ્યું. ઇરફાન ખાનના આ સમાચારો બાદ સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વર્ષ 2018 માં ઇરફાન ખાનને ખબર પડી કે તે ન્યુરોએંડ્રોક્રાઇન ટ્યુમરથી પીડિત છે. ઇરફાન ખાન પણ આ રોગની સારવાર માટે લંડન ગયા હતા અને લગભગ એક વર્ષ સુધી સારવાર લઈ ભારત પાછો ગયો.

53 વર્ષીય ઈરફાન ખાને માર્ચ, 2018માં ખુલાસો કર્યો હતો કે તેમને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે, જેની સારવાર લંડનમાં ચાલે છે. ઈરફાન ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. હાલમાં જ ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ (English Medium) ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સિંગલ ફાધરના સ્ટ્રગલની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મનું ઈરફાન ખાને પ્રમોશન કર્યું નહોતું. તેણે કરે છે. તે પોતાની દીકરીની દરેક ઈચ્છાઓ પૂરી કરવા ઈચ્છા છે. દીકરીનું સપનું લંડનમાં જઈને અભ્યાસ કરવાનું છે. આ ફિલ્મ 2017માં આવેલી ‘હિંદી મીડિયમ’ની સીક્વલ છે. આ ફિલ્મને સાકેત ચૌધરીએ ડિરેક્ટ કરી હતી. ‘અંગ્રેજી મીડિયમ’માં ઈરફાન ઉપરાંત કરીના કપૂર, રાધિકા મદન, દીપક ડોબરિયાલ કિકુ શારદા, ડિમ્પલ કાપડિયા તથા રણવીર શૌરી છે.

IrfaanKhan અંગે બોલવુડ ડિરેક્ટર અને નિર્માતા સુજિત શ્રીકાર (શુજિત શ્રીકાર) એ Tweet કર્યું:  “મારા પ્રિય મિત્ર ઇરફાન. તમે લડ્યા અને લડ્યા અને લડ્યા. મને હંમેશા તમારો ગર્વ રહેશે .. અમે ફરી મળીશું .. સુતાપા અને બાબિલ પ્રત્યે સંવેદના .. તમે પણ લડ્યા, સુતાપા, તમે આ યુદ્ધમાં જીતવા માટે શક્ય તેટલા બધા પ્રયત્નો કર્યા. શાંતિ અને ઓમ શાંતિ. ઇરફાન ખાનને સલામ. ”

ઈરફાન ખાનને ચારવાર ફિલ્મફેર મળ્યો હતો. Best Actor 
ઈરફાન ખાને ‘મકબૂલ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘લંચ બોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’, ‘હિંદી મીડિયમ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને ‘હાસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઈફ ઈન અ મેટ્રો’ (Best Actor), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) તથા ‘હિંદી મીડિયમ’ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ‘પાન સિંહ તોમર’ માટે એક્ટરને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.