ખુશખબર! રાજ્ય સરકારનો નિર્ણય કેન્દ્રના જાહેરનામાના પગલે 26મી એપ્રિલથી દુકાનો ખોલવાની મંજૂરી આપવાનો

આજથી શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહારની તમામ દુકાનો ખુલશે, આ લોકોને નહીં મળે છૂટછાટ

Corona વાઈરસને પગલે Gujarat રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં નાના મોટા દુકાનદારો, વ્યવસાયકારો અને ધંધાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. 50 ટકા સ્ટાફ સાથે આવતીકાલે 26મી એપ્રિલ રવિવારથી મોલ તેમજ માર્કેટિંગ કોમ્પલેક્સ સિવાયની તમામ દુકાનો ખોલવાની રાજ્ય સરકારે છૂટ આપી છે. શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે. રાજ્યમાં હેરકટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં,

આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના અંગે Gujarat CMના અગ્ર સચિવ અશ્વિનીકુમારે માહિતી આપી હતી.

ગૃહ મંત્રાલયે તેના આદેશમાં કેટલીક શરતો પણ રજૂ કરી છે. તે પ્રમાણે તમામ દુકાનો સંબંધિત રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્થાપના અધિનિયમ હેઠળ રજિસ્ટર્ડ હોવી જોઈએ. આ દુકાનોમાં મહત્તમ 50 ટકા સ્ટાફને જ કામ કરવા પરવાનગી મળશે.

હા, હવે દૂધ, ફળ, રાશન જેવી આવશ્યક સામગ્રી ઉપરાંત બિનઆવશ્યક સામાનની દુકાનોને પણ ખોલી શકાશે. જોકે, આ માટે સરકારે કેટલીક શરતો નક્કી કરી છે.

ગુજરાતમાં કાલથી શું ખુલશે ?

કાલથી  સ્ટેશનરી, ચશ્મા,કરીયાણા, મોબાઇલ રીચાર્જ, ટાયર-પંચર, ઇલેકટ્રીક અને AC રીપેરીંગની દુકાન ખુલશે.

ગુજરાતમાં કાલથી શું નહીં ખુલે ? 

હેયર સલુન, સ્પા, પાન મસાલા, આઇસક્રીમ પાર્લર, મીઠાઇ-કોલ્ડડ્રીંક્સ અને બુટ ચંપલની દુકાન ખોલી શકાશે નહીં

IT ઈન્ડસ્ટ્રીઝને પણ સરકારની મંજૂરી મળી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી છે. 50 ટકા સ્ટાફથી કામ ચલાવવુ પડશે. સહકારી મંડળીઓની મુદ્દત 3 મહિના વધારી. બજાર વ્યવસ્થાપક સમિતિની મુદ્દત 3 માસ વધી. બજાર સમિતિઓ માટે મહત્વની જાહેરાત.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી બનશે. કોઈ પણ દુકાનમાં 50 ટકાથી વધારે સ્ટાફ કામ કરી શકશે નહીં. તમામે માસ્ક પહેરવું ફરજીયાત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્યના સ્થાપના અધિનિયમ હેઠળ આ દુકાનોની નોંધણી જરૂરી છે.