જાણો,પતિ-પત્નીએ કર્યું એવું કામ કે વાંચીને કેહશો વાહ! ૨૧ દિવસમાં આંગણામાં…

Lockdown માં કોઈ કામ ન હતું, પતિ-પત્નીએ મળીને આંગણામાં કૂવો ખોદ્યો, 21 દિવસ બાદ 25 ફૂટ નીચેથી પાણી નીકળ્યું.

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના કારખેડા ગામમાં રહેતા ગજાનન પકમોડે અને તેમની પત્ની મજૂરી કરે છે. Lockdown ના કારણે કામધંધો ઠપ છે, એટલા માટે તેમણે આંગણમાં જ કૂવો ખોદવાનું શરૂ કરી દીધું. 21 દિવસ સતત ખોદકામ પછી તેમને સફળતા મળી. 25 ફૂટ નીચે પાણી નીકળવા લાગ્યું. શરૂઆતમાં ગામના લોકો અને સંબંધીઓને તેમની હાંસી ઉડાડી હતી.

ગામમાં એક પણ કૂવો નથી. ઉનાળામાં જ્યારે ભયંકર દુકાળની સ્થિતિ સર્જાય છે ત્યારે 15-20 દિવસે એકવાર ટેન્કરથી પાણી પહોંચે છે. ગજાનને જણાવ્યું કે ઘેર બેઠા રહેવા કરતાં સારું હતું કે કંઈક એવું કરીએ કે એક ઉદાહરણ બની જઈએ.

એ જ વિચારીને ખોદકામ શરૂ કર્યુ. લોકોએ ભલે અમારી મજાક બનાવી હોય પણ આ કૂવો ફક્ત અમારા માટે નથી. અમને વિશ્વાસ છે કે આવનારાં અનેક વર્ષો સુધી આ કૂવો સંપૂર્ણ ગામની તરસ છીપાવશે.

husband-and-wife-lockdown-job

જેને કોરોનાવાયરસ ના lockdown દરમિયાન ૨૧ દિવસમાં ૨૫ ફૂટ ઉંડો કુવો ખોદી નાખ્યો. ભારત માં લોકડોન દિવસોમાં ખૂબ સારી કામ છે.