કોરોનાનો કહેર: રાજ્યમાં નવા વિસ્તારોમાં કેસ વધવા ચિંતાજનક સ્થિતિ, 24 હજાર રેપિડ ટેસ્ટ કીટ દિલ્હીથી અમદાવાદ પહોંચી. કુલ પોઝિટિવ દર્દી 1021 થયા
- Gujarat રાજ્યના 25 જિલ્લામાં કોરોનાનો કહેર (Corona Dangerous)
- 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે
- 24 કલાકમાં 1608 ટેસ્ટ કરાયા જેમાંથી 105 પોઝિટિવ
- રાજ્યમાં નવા 92 કેસ નોંધાયા
- રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા
Gujarat રાજ્યમાં નવા 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1021 થઇ છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવામાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, ભરૂચમાં 8 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત નીપજ્યાં છે. 901 દર્દી સ્ટેબલ છે અને 8 દર્દી વેન્ટિલેટર પર છે. 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 150 પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.
મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે. 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.
રાજ્યમાં 1021 પોઝિટિવ કેસ, 38 મોત અને 73 ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 590 | 18 | 22 |
વડોદરા | 137 | 06 | 07 |
સુરત | 102 | 05 | 10 |
રાજકોટ | 28 | 00 | 08 |
ભાવનગર | 26 | 03 | 10 |
આણંદ | 26 | 00 | 00 |
ભરૂચ | 21 | 00 | 00 |
ગાંધીનગર | 17 | 01 | 09 |
પાટણ | 15 | 01 | 04 |
નર્મદા | 11 | 00 | 00 |
પંચમહાલ | 08 | 01 | 00 |
બનાસકાંઠા | 06 | 00 | 00 |
છોટાઉદેપુર | 05 | 00 | 00 |
કચ્છ | 04 | 01 | 00 |
મહેસાણા | 04 | 00 | 00 |
બોટાદ | 04 | 01 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 03 | 00 | 00 |
ખેડા | 03 | 00 | 00 |
ગીર-સોમનાથ | 02 | 00 | 01 |
જામનગર | 01 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
સાબરકાંઠા | 01 | 00 | 00 |
મહિસાગર | 01 | 00 | 00 |
અરવલ્લી | 01 | 01 | 00 |
કુલ | 1021 | 38 | 73 |