ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ: એક જ દિવસમાં સૌથી વધુ 55 કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ 50 કેસ નોંધાયા, કુલ આંકડો 241

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ: એક જ દિવસમાં સૌથી વધુ 55 કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ 50 કેસ નોંધાયા, કુલ આંકડો 241

Gujarat રાજ્યમા ચિંતાજનક રીતે સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે નવા 55 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 50 જેટલા કેસ ખાલી અમદાવાદમાંથી નોંધાયા છે. સતત વધી રહેલા કેસો અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં જે નવા 50 કેસો નોંધાયા છે અને એકસાથે આટલા બધા પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે છે. ટેસ્ટિંગ વધારી દેવાથી આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે અને આગામી કેટલાક દિવસોમાં પણ વધારે કેસો બહાર આવી શકે છે.

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે.

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ1330608
સુરત250405
વડોદરા180206
ભાવનગર180201
ગાંધીનગર130002
રાજકોટ110004
પાટણ050100
પોરબંદર030000
ગીર-સોમનાથ020000
કચ્છ020000
મહેસાણા020000
છોટાઉદેપુર020000
આણંદ020000
મોરબી010000
પંચમહાલ010100
જામનગર010100
સાબરકાંઠા010000
દાહોદ010000
કુલ આંકડો2411726

જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.

241 પોઝિટિવ કેસમાંથી 176 લોકલ ટ્રાન્સમિશનના કેસ
જેમ જેમ કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા છે, તેમ તેમ લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. Gujarat રાજ્યમાં કુલ 241 positive કેસ છે. જેમાંથી 33 વિદેશી અને 32 આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે 176 દર્દીઓ Local ટ્રાન્સમિશનના છે. છેલ્લા 24 કલાકમાં 1788 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 62 positive જ્યારે 1624 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. હજી 102 ટેસ્ટ પેન્ડિંગ છે. તેમજ અત્યારસુધીમાં કુલ 5760 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 241 પોઝિટિવ અને 5417 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. રાજ્યમાં કુલ 12352 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 11015 હોમ ક્વૉરન્ટીન, 1170 સરકારી અને 167 ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.