Gujarat માં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. 16 નવા કેસ સાથે કુલ પોઝિટિવ 144

Gujarat માં 16 નવા કેસ સાથે કુલ Corona પોઝિટિવ 144 થયા, મરકઝથી આવેલા લોકોના અને હોટસ્પોટ વિસ્તારોમાં કેસ વધ્યાઃ જયંતિ રવિ

Gujarat રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના (corona) પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે.

અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કેસમાં વધારો થઇ રહ્યો છે.

રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે.

કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં 
રાજ્યના કુલ 144 પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.

જિલ્લાવાર આંકડાઓ જોઇએ તો.

ગુજરાતમાં કુલ 144 પોઝિટિવ કેસ, 12ના મોત, 21 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ640506
સુરત170205
ગાંધીનગર130002
ભાવનગર130200
રાજકોટ100003
વડોદરા100205
પોરબંદર030000
ગીર-સોમનાથ020000
કચ્છ020000
મહેસાણા020000
પંચમહાલ010100
મોરબી010000
પાટણ020000
છોટાઉદેપુર010000
જામનગર010000
કુલ આંકડો1441221