જાણો, કોરોના સામે જંગ લડવા ઉદાર હાથે દાન આપવા કોણ કોણ આવ્યું ભારતની મદદે

Ratan TATA Giveing Big Donation for CORONA Virus.

ટાટા સન્સ રૂ. 1000 કરોડ આપશે, રતન ટાટા 500 કરોડની સહાય કરશે.

રતન ટાટાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ટાટા ટ્રસ્ટ ફ્રન્ટલાઈન પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓ, ટેસ્ટિંગ કિટ, સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેની વધુ સારી વ્યવસ્થા અને આરોગ્ય કર્મચારીઓને તાલીમ માટે 500 કરોડ રૂપિયા આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટાટા ટ્રસ્ટ મહામારી સાથે લડનારા તમામ લોકોનું સન્માન કરે છે.

Tata Trusts has committed Rs 500 Crores to fight #Coronavirus. Chariman Ratan Tata says, “urgent emergency resources need to be deployed to cope with the needs of fighting the COVID19 crisis.” 

અક્ષય કુમારે કોરોના વાઇરસ સામે લડવા માટે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું

મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે સરકાર તમામ પગલાં ઉઠાવી રહી છે. નાણું એકઠું કરવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા #PMCARES Funds (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ) શરૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ ટેક્સ પે કરનાર એક્ટર અક્ષય કુમાર દેશ હિત માટે ઘણું દાન કરે છે. હવે તેણે કોરોના વાઇરસ સામે લડવા માટે પીએમ ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે.

This is that time when all that matters is the lives of our people. And we need to do anything and everything it takes. I pledge to contribute Rs 25 crores from my savings to Modiji’s PM-CARES Fund. Let’s save lives, Jaan hai toh jahaan hai. #PMFunds #GoCorona

કોરોના વાઈરસ સામેની લડાઈમાં Gautam અદાણી જૂથનુ રૂ. 100 કરોડથી વધુનું યોગદાન, ગુજરાતને રૂ. 5 કરોડનું દાન

Adani Foundation is humbled to contribute Rs 100 cr to #PMCaresFund in this hour of India’s battle against #COVID19. Adani Group will further contribute additional resources to support governments and fellow citizens in these testing times: Gautam Adani, Chairman, Adani Group

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) કોરોના સામેની જંગમાં આપ્યું 51 કરોડ રૂપિયાનું દાન

Corona Virus સામે ચાલી રહેલા જંગમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ જોડાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે વડાપ્રધાનના સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલિફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન્સ (પીએમ-કેર્સ)માં 51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

બીસીસીઆઈએ એક યાદીમાં જણાવ્યું છે કે બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને બોર્ડના અધિકારીઓ તથા રાજ્ય એસોસિયેશનોએ વડાપ્રધાનના રાહત ફંડમાં 51 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. બોર્ડ દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષમતાઓને વધારે મજબૂત કરવા અને Covid-19 સામેના જંગમાં તથા દેશવાસીઓના રક્ષણ માટે આ યોગદાન આપી રહ્યું છે.

Suresh Rain Give Donation For Fight Corona.

નોંધનીય છે કે શનિવારે સુરેશ રૈનાએ 52 લાખ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી હતી. જ્યારે શુક્રવારે સચિન તેંડુલકરે વડાપ્રધાન રાહત ફંડ અને મહારાષ્ટ્ર રાહત ફંડમાં 25-25 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત અન્ય રમતોના ખેલાડીઓ સ્પ્રિન્ટર હિમા દાસ, શટલર પીવી સિંધુ, રેસલર બજરંગ પૂનિયા તથા ભૂતપૂર્વ સુકાની અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ દાન કર્યું હતું.

t’s time we all do our bit to help defeat #COVID19. I’m pledging ₹52 lakh for the fight against #Corona (₹31 lakh to the PM-CARES Fund & ₹21 lakh to the UP CM’s Disaster Relief Fund). Please do your bit too. Jai Hind! #StayHomeIndia

KAPIL SHARMA

It’s time to stand together with the ones who need us. Contributing Rs.50 lakhs to the PM relief fund towards the #fightagainstcorona. Request everyone to #stayhome #staysafe #jaihind #PMrelieffund