કોરોનાનો કહેરઃ જાણો અમેરિકામાં 24 કલાકમાં 18 હજાર નવા કેસ, ઇટાલીમાં 24 કલાકમાં 969 લોકોનાં મોત; અત્યાર સુધીમાં 51 ડોક્ટર્સે જીવ ગુમાવ્યો

  • બ્રિટનના પ્રધાનમંત્રી જોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો
  • બ્રિટનના આરોગ્ય મંત્રી પણ કોરોના પોઝિટિવ
  • અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 263 લોકો મોતને ભેટ્યા છે
  • પોઝિટિવ કેસમાં ચીન કરતા અમેરિકા આગળ નિકળી ગયું, અમેરિકામાં 85594 કેસ, ચીનમાં 81340 કેસ
  • ચીન કરતા ઈટાલી અને સ્પેનમા વધારે મૃત્યુઆંક નોંધાયો
  • ઈટાલીમાં 9134, સ્પેનમાં 4934 અને ચીનમાં 3292 લોકોના મોત
  • ચીનમાં 24 કલાકમાં કોરોના વાઈરસના 55 નવા કેસ અને પાંચ મોત નોંધાયા
  • દલાઈ લામાએ કોરોના વાઈરસ સામે લડવા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 15 લાખ આપ્યા
  • ચીનના વુહાનમાં એકપણ કેસ નોંધાયો નથી
  • #GoCorona #IndiaFightCorona #Covid19

વિશ્વના કુલ 199 દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો છે.

અત્યાર સુધીમાં કુલ 5,75,758 લોકો સંક્રમિત થયા છે જ્યારે આ કુલ મૃત્યુઆંક પણ 26,405 પાર થઈ ગયો છે.

America માં છેલ્લા 24 કલાકમાં 263 લોકો મોતને ભેટ્યા છે. સારી વાત એ છે કે વિશ્વમાં 1,29,970 લોકો આ વાઈરસની અસરથી સાજા થઈ ગયા છે. યુરોપમાંથી સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે Britan ના PM Boris Johnson શુક્રવારે કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા હતા. ગઈકાલે પણ પ્રિન્સ ચાર્લ્સમાં કોરોના વાઈરસના સંક્રમણની અસર જોવા મળી હતી. બોરિસે આ અંગે એક ટ્વિટ કરીને સંક્રમણ વિશે માહિતી આપી હતી.

તેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર નવા કેસ સામે આવ્યા છે. સાથે જ અમેરિકામાં 24 કલાકમાં 345 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક 1477 થયો છે.

ઇટાલીમાં 51 ડોક્ટર્સના મોત  Italy
ઇટાલીના ડોક્ટર એસોશિયેશને શુક્રવાર સાંજે જણાવ્યું હતું કે કોરોનાથી સંક્રમિત થયા બાદ અત્યાર સુધીમાં 51 ડોક્ટર્સના મોત થયા છે. રિપોર્ટ અનુસાર ગુરૂવારથી શુક્રવાર દરમિયાન ઇટાલીમાં 969 લોકોના મોત થયા. કુલ મોતનો આંકડો 9134 થઇ ચુક્યો છે.

સંક્રમણના કુલ કેસ અને મૃત્યુઆંકની દ્રષ્ટિએ ચીન અમેરિકા, ઈટાલી બાદ ત્રીજા ક્રમ પર છે. સ્પેનમાં પણ વધુ 569 મોત થતા કુલ મૃત્યુઆંક 4,934 થયો છે. સ્પેનમાં આજે 6,273 નવા કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુ આંક 569 વધીને 4,934 થયો છે.