Ohh, દર અઠવાડિયે આપણે ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક ખાઈ રહ્યાં છીએ, વજન લગભગ 5 ગ્રામ જેટલું હોય છે

every week we are eating plastic as a credit card weighing about 5 grams

WWF

1,769 પ્લાસ્ટિક પાર્ટિકલ્સ ફક્ત પાણી દ્વારા શરીરમાં પહોંચે છેવ્યક્તિ 1 મહિનામાં 21 ગ્રામ પ્લાસ્ટિક ખાઈ જાય છે.

 એક અઠવાડિયાંમાં આપણે 2,000 પ્લાસ્ટિક પાર્ટિકલ્સ આપણા શરીરમાં લઈ રહ્યાં છીએ. તેનું વજન લગભગ 5 ગ્રામ હોય છે, જે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડના વજન સમાન છે. WWF (વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર)ના એક અભ્યાસ અનુસાર, એક અઠવાડિયાંમાં દરેક વ્યક્તિના શરીરમાં આશરે 1,769 પ્લાસ્ટિક પાર્ટિકલ્સ ફક્ત પાણી દ્વારા પહોંચે છે. તેમજ, મીઠાં દ્વારા 11 અને બીયર દ્વારા 10 પાર્ટિકલ્સ વ્યક્તિ કન્ઝ્યૂમ કરે છે.

plastic

રિપોર્ટમાં જ્યાં દર અઠવાડિયે 5 ગ્રામ પ્લાસ્ટિક આપણા પેટમાં જવાની વાત કહેવામાં આવી છે ત્યાં બીજીબાજુ આંકડો એ પણ છે કે વ્યક્તિ 1 મહિનામાં 21 ગ્રામ પ્લાસ્ટિક ખાઈ જાય છે. આ ઉપરાંત, એક વર્ષની અંદર આપણાં પેટમાં 250 ગ્રામ પ્લાસ્ટિક એટલે કે 4 પ્લાસ્ટિક બાઉલ જેટલું પ્લાસ્ટિક જઈ રહ્યું છે. જો આપણે આખી ઉંમરનો હિસાબ કરીએ તો સરેરાશ 79 વર્ષમાં વ્યક્તિના પેટમાં 20 કિલો પ્લાસ્ટિક જમા થાય છે. એટલે કે બે મોટા ડસ્ટબિન ભરેલું પ્લાસ્ટિક પેટમાં જાય છે. આ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે, પ્લાસ્ટિક ખાવાથી માણસને કેન્સર થવાનું જોખમ કેટલું નજીક પહોંચી ગયું છે તેનો અંદાજ લગાવી શકાય એવો છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડિ પબ્લિક હેલ્થમાં થયેલા એક અભ્યાસ અનુસાર, માઇક્રોપ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય બહુ અસર કરે છે. સી ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ, પીવાના પાણી અને હવાના માધ્યમથી મનુષ્ય પ્લાસ્ટિકના કણોના સંપર્કમાં આવી રહ્યો છે. WWFના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર જનરલ માર્કો લેમ્બરટિનીએ જણાવ્યું કે, પ્લાસ્ટિક ફક્ત શહેરોને જ નહીં પણ મનુષ્યના શરીરને પણ ખરાબ અસર કરી રહ્યું છે. લોકો એક વર્ષમાં લગભગ 250 ગ્રામ પ્લાસ્ટિક ગળી રહ્યાં છે. જેની લોકોની જાણકારી પણ નથી.

કેવી રીતે પ્લાસ્ટિક શરીરમાં જાય છે?

  • મોટાભાગે લોકો પ્લાસ્ટિક કપ અને ડિસ્પોઝેબલમાં ગરમ વસ્તુઓ લઇને ખાવા-પીવાનું શરૂ કરી દે છે. પરંતુ એ નથી વિચારતા કે એ પ્લાસ્ટિકમાં કેમિકલ હોઈ શકે છે, જે આપણા શરીરને સીધું નુકસાન પહોંચાડી શકે છે.
  • પ્લાસ્ટિકમાં રહેલા હાર્મફુલ કેમિકલ કેન્સર થવાનું જોખમ વધારી શકે છે. આ કેન્સર સેલ્સને વધારે છે.
  • પ્લાસ્ટિકમાં કાચ અને આર્સેનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઝેરી હોય છે અને તેના કારણે કેન્સર થવાનું જોખમ વધે છે.
  • વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, પ્લાસ્ટિકથી 90% કેન્સર થવાનું જોખમ વધે છે.
  • સંયુક્ત રાષ્ટ્ર સંધ પર્યાવરણ કાર્યક્રમના રિપોર્ટ અનુસાર, 9% પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ થાય છે.
  • 1 લાખ કરોડ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ દર વર્ષે કરવામાં આવી રહ્યો છે.
  • 609 કરોડ ટન પ્લાસ્ટિક કચરા સ્વરૂપે રસ્તા પર ફેંકવામાં આવે છે.
  • 79% પ્લાસ્ટિક જમીનમાં ભરાઈ ગયું છે.