રિસર્ચ / દહીંનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટે છે

દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. દહીંનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટે છે. ‘મેડિકલ હાઈપોથિસિસ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

ઈંગ્લેન્ડની લેનકેસ્ટર યુનિવર્સિટી દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં સામેલ ડો. રિગ્બીના જણાવ્યા અનુસાર દહીંમાં લાભદાયી લેક્ટોઝ ફરમેન્ટિંગ બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયાની હાજરી બ્રેસ્ટ મિલ્કમાં પણ હોય છે. બ્રેસ્ટ ફિડિંગને લીધે બ્રેસ્ટ કેન્સરનું જોખમ 4.3% ઘટે છે.

yogurt

રિસર્ચમાં કેટલીક મહિલા વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવી હતી. મહિલાઓને દહીંનું સેવન કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનાં સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું હતું.

દહીંનું સેવન કરવાના અન્ય ફાયદાઓ:

  • દહીંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં બળતરાં ઓછી થાય છે
  • તેનાથી વજન નિયંત્રણમાં રાખી શકાય છે
  • તે બ્લડ પ્રેશર નિયંત્રણ કરવામાં પણ મદદરૂપ છે
  • હાડકાંઓને મજબૂત બનાવે છે.