‘નોકિયા 9.2’ સ્માર્ટફોન વર્ષ 2020ના પ્રથમ 6 માસમાં લોન્ચ થશે.

Best Nokia New Phone Launch in 2020

HMD ગ્લોબલની બ્રાન્ડ નોકિયા તેનો સ્માર્ટફોન ‘નોકિયા 9.2’ જૂન મહિના પહેલાં લોન્ચ કરશે. ટેક ફર્મ ‘નોકિયા પાવર યુઝર’ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવશે. જોકે આ ફોનમાં ‘લાઈટ કેમેરા ટેક્નોલોજી’ નહીં આપવામાં આવે.

Nokia 9.2

Nokiamob.net વેબસાઈટના રિપોર્ટ અનુસાર ફોનમાં બેઝલલેસ ડિસ્પ્લે મળશે. ફોનમાં 32MP અથવા 48MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. આ ફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે.

આ સિવાય કંપની તેનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે કંપનીએ ‘નોકિયા 9.2’ વિશે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. ફેબ્રુઆરીમાં યોજાનાર કંપનીની MWC 2020 ઇવેન્ટમાં આ ફોન વિશે કોઈ જાહેરાત થઈ શકે છે.