ફિટનેસ / શરીરની ઊંચાઈ વધારવા માટે સ્કિપિંગ, સ્વિમિંગ સહિતની એક્સર્સાઇઝ ઉપયોગી

દરરોજ 2 કલાક સ્વિમિંગ હાઈટ વધારવામાં મદદગારસીટેડ ફોરવર્ડ બેન્ડ કરવાથી હાઈટ અને ફ્લેક્સિબિલિટી વધે છે

હેલ્થ ડેસ્કઃ અમુક ઉંમર પછી હાઈટ (શરીરની ઊંચાઈ) ન વધારે શકાય તેવી ધારણા રહેલી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. કેટલીક એક્સર્સાઈઝને રૂટિનમાં સામેલ કરીને શરીરની લંબાઈ વધારી શકાય છે. સ્કિપિંગ, સ્વિમિંગ, કોબ્રા સ્ટ્રેચ અને સિટેડ ફોરવર્ડ બેન્ડ એક્સર્સાઈઝ કરીને હાઈટ વધારી શકાય છે.

સ્કિપિંગ
સ્કિપિંગ એટલે કે દોરડા કૂદવાની એક્સર્સાઇઝ ઊંચાઈ વધારવામાં ઘણી ઉપયોગી છે. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, જે હાડકાંઓની લંબાઈ વધારવા માટે દબાણ ઉત્પન્ન કરે છે. તે સિવાય બાસ્કેટબોલ રમીને પણ હાઈટ વધારી શકાય છે.

સ્વિમિંગ
સ્વિમિંગ કરવાથી શરીર વધારે સ્ટ્રેચ થાય છે. સ્ટ્રેચિંગને લીધે હાઈટ વધવામાં સરળતા રહે છે. દરરોજ 2 કલાક સ્વિમિંગ કરવાથી હાઈટ વધારવામાં મદદ મળે છે.

કોબ્રા સ્ટ્રેચ
કોબ્રા સ્ટ્રેચ એક્સર્સાઇઝ કરવા માટે હથેળીઓ જમીન પર રાખીને ઊંધા સૂઈ જાઓ. હાથ તમારા પેટની આસપાસ રાખો. ત્યારબાદ કમરથી આગળના શરીરના ભાગને વિપરિત દિશામાં સ્ટ્રેચ કરો. મિનિમમ 3 વખત આ એક્સર્સાઇઝ કરવાથી હાઈટ વધારવામાં ઘણો ફાયદો થાય છે.

સીટેડ ફોરવર્ડ બેન્ડ
આ એક્સર્સાઇઝ કરવાં માટે જમીન પર બેસીને બંને પગને સીધા રાખો. ત્યારબાદ બંને હાથને ઉપરની તરફ ઉઠાવીને કમર સીધી રાખો. ત્યારબાદ વળીને બંને પગના અંગુઠાને પકડવાનો પ્રયાસ કરો. આ એક્સર્સાઇઝ કરવાથી હાઈટ વધારવામાં ફાયદો થશે અને સાથે શરીરમાં ફ્લેક્સિબિલિટી વધશે.