કોરોના વાયરસ / ચીનમાં અત્યાર સુધી 80ના મોત,

Coronavirus Live Updates: As Death Toll Rises, Mayor at Center of Outbreak Offers to Resign

  • ભારતના સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે- રવિવાર સુધી એરપોર્ટ પર અંદાજે 29 હજાર યાત્રીઓની તપાસ કરવામાં આવી છે
  • ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગના જણાવ્યા પ્રમાણે- 24 કલાકમાં 769 નવા કેસ નોંધાયા
corona
Coronavirus

ચીનમાં કોરોના વાયરસમાં અત્યાર સુધી 80 લોકોના મોત થયા છે. તેમાં હુબેઈમાં સૌથી વધારે 76 લોકોના મોત થયા છે. રવિવારે ઉત્તરી અમેરિકામાં 5 દર્દીઓમાં આ ઈન્ફેક્શન જોવા મળ્યું છે. જ્યારે વુહાનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા રાજસ્થાનના એક યુવકને કોરોનાવાયરસના ઈન્ફેક્શનની શંકા પછી જયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના સ્વાસ્થય મંત્રી રઘુ શર્માએ કહ્યું કે, વિદ્યાર્થીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તપાસ માટે સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.

શર્માએ કહ્યું છે કે, રાજ્યના ચાર જિલ્લામાં 18 લોકો ચીનથી પરત આવ્યા છે. સંબંધિત જિલ્લા પ્રમુખો અને ચિકિત્સા અધિકારીઓને ચીનથી પરત આવેલા લોકોને 28 દિવસ સુધી ઓબ્ઝેર્વેશનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. શર્માએ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રીને દેશના વિવિધ એરપોર્ટ પર સ્ક્રીનિંગ સુવિધા શરૂ કરવાની ભલામણ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા સહિત 7 એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. રવિવાર સુધી 139 ફ્લાઈટમાં અંદાજે 29 હજાર યાત્રીઓની તપાસ કરવામાં આવી છે.

ભારતીયોની મદદ માટે 3 હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે બેઈજિંગમાં ભારતીય એમ્બેસેડરની દરેક ભારતીય નાગરિકના સ્વાસ્થય પર નજર છે. તેમણે સ્થિતિની માહિતી મેળવવા માટે એમ્બેસીના સંપર્કમાં રહેવાની પણ સલાહ આપી છે. આ દરમિયાન બેઈજિંગમાં ભારતીયો માટે 3 હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ નંબરો પર 24 કલાકમાં ગમે ત્યારે ભારતીય નાગરિકો વિશેની માહિતી મેળવી શકાય છે.